અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશ મળશે નહીં
ગુજરાતના સૌથી મોટું શક્તિપીઠ અંબાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે રાજસ્થાન થી 7 કિલોમીટર દૂર માઅંબા નું પવિત્ર ધામ અંબાજી ગુજરાત-રાજસ્થાન સરહદ પર વસેલું છે, આ ધામમાં વર્ષે દહાડે લાખો – કરોડો ભક્તો માઅંબા ના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આ મંદિરમાં ટૂંકા વસ્ત્રો અને વેસ્ટન લુકવાળા વસ્ત્રો પહેરીને કેટલાક યાત્રિકો માના દર્શન કરવા આવે છે ત્યારે ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાઈ છે .તાજેતરમાં શામળાજી મંદીર ટ્રસ્ટ તરફથી ટૂંકા વસ્ત્રો પહેરીને ભક્તોને મંદીર આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિર દેશનું ગોલ્ડન શકિતપીઠ તરિકે ખ્યાતનામ છે ત્યારે આ મંદીર મા દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભકતો મોટી સંખ્યામાં દર્શનાથે આવે છે, પરંતુ કેટલાક ભકતો ટૂંકા વસ્ત્રો અને વેસ્ટન લૂક ના ભપકાદાર વસ્ત્રો પહેરીને આવતા હોય છે જેને લઇને શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા માટે મંદીર બહાર બોર્ડ ઘણા વર્ષ પહેલાં લગાવ્યા હતા જે બોર્ડ જુના થઈ જતાં તાજેતર મા મંદીર ટ્રસ્ટ અંબાજી તરફથી તમામ ગેટ પર નવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા.
અંબાજી મંદિર ટ્રસ્ટ ના ઇન્ચાર્જ વહીવટદાર એસ જે ચાવડા એ જણાવ્યું હતું કે આ ટૂંકા વસ્ત્રો નો નિયમ જૂનો છે પણ બોર્ડ જૂના થઈ જતા અમે તમામ ગેટ પર નવા બોર્ડ લગાવેલ છે જેનો તમામ ભકતો એ પાલન કરવાનું છે તેમ જણાવ્યું હતું.
તેમને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ ના વસ્ત્રો પહેરીને અંબાજી મંદિર ખાતે ભકતો આવે અને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદીર ન આવે તે નિર્ણય નો હુ આદર કરું છું.