આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોવિશિલ્ડના બીજા ડોઝ 28 દિવસના બદલે રખાશે આટલા દિવસનું અંતર

સરકારે એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ઓછામાં ઓછું 6 થી 8 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. હાલમાં બંને ડોઝ વચ્ચેનું 28 દિવસનું અંતર હતું. કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય કોવેક્સિન પર લાગુ નહીં પડે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણય રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) અને વેક્સિનેશન નિષ્ણાત જૂથ દ્વારા હાલના રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો પડશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ 6 થી 8 સપ્તાહની વચ્ચે આપવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થશે.

7 દિવસમાં 2.60 લાખ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના સંક્રમણની ગતિ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા હતા. 21,206 સાજા થયા, જ્યારે 213 લોકો મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક જ દિવસમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓની સંખ્યામાં 28,653નો વધારો થયો છે. એકલા મહારાષ્ટ્રમાં, 30,535 કેસ નોંધાયા હતાં, જે કોરોના રાજ્યની અત્યારસુધીની સૌથી મોટો આંક છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરના રોજ 24,886 કેસ નોંધાયા હતા, એ પછીના સૌથી વધુ હતા.

દેશમાં અત્યારસુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે 3 લાખ 31 હજાર 671 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x