પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ
સચિન તેંડૂલકર કોરોના પોઝીટીવ
સચિનનો પરિવાર નેગેટીવ
રોડ સેફ્ટી સિરીઝ બાદ આવ્યા પોઝીટીવ
વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝ પત્યા પછી સચિનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. છત્તીસગઢના સ્ટેડિયમમાં આ સિરીઝ રમાઇ હતી.
સચિન તેંડૂલકર પોઝીટીવ આવ્યો તે બાદ તાત્કાલિક પરિવારનો પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. સચિન સિવાય દરેકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હાલમાં તે હોમ ક્વોરંટાઇન છે અને તબિયત પર ધ્યાન આપી રહ્યાં છે.
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદૂલકર હાલમાં રાયપુરમાં છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રમાઇ રહી છે ત્યારે સચિને જોરદાર રાડ પાડી તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
કોરોનાને કારણે ખેલાડીઓએ રેગ્યુલર કોરોના ટેસ્ટ કરાવવો પડે છે. આવામાં સચિને પણ ટેસ્ટ કરાવ્યો હતો. તેણે આ વીડિયો સોશ્યલ મિડીયા પર પોસ્ટ કર્યો છે અને તેમાં તે મેડિકલ સ્ટાફ સાથે પ્રેંક કરતા નજરે પડી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરીને તેંદુલકરે કેપ્શનમાં લખ્યું કે, મે 200 ટેસ્ટ રમી છે અને આ 277 કોરોના ટેસ્ટ છે. એક નાનો પ્રેન્ક માહોલને હળવો બનાવી શકે છે. આપણા ડૉક્ટર્સને સલામ.
સચિને જે વીડિયો શૅર કર્યો છે તેમાં મેડિલક સ્ટાફ નાકમાં સ્વૉબ સ્ટિક નાંખીને ટેસ્ટ કરી રહ્યાં હોય છે, ત્યારે જ સચિન જોરથી બુમ પાડે છે અને તેમને આ રીતે જોઇને મેડિકલ સ્ટાફ ડરી જાય છે. બાદમાં સચિન હસવા લાગે છે અને આ વીડિયો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યાં છે.