1 એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત.
ગાંધીનગર :
ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોના પગલે મહારાષ્ટ્રમાંથી રાજ્યમાં પ્રવેશતા લોકોના RT-PCR ટેસ્ટ આવશ્યક કરવામાં આવ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લેતા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનો 1લી એપ્રિલથી કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આ ટેસ્ટ 72 કલાકની અંદર કરાવેલો હોવો ફરજિયાત છે. આ ટેસ્ટ નેગેટિવ હોવા પર જ મુસાફરને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાના રોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં વધારો ન થાય તેની તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 મુજબ કેટલાક પગલા લીધાં છે, જેનો અમલ 1લી એપ્રિલથી લાગુ કરાશે. જે મુજબ, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓ માટે છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોય અને આ ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.