રાજ્યમાં આજે કોરોનાના રેકોર્ડબ્રેક 2276 કેસ નોંધાયા, સૌથી વધુ સંક્રમણ અમદાવાદ અને સુરતમાં
ગાંધીનગર :
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ અને ક્રિકેટ મેચ પછી કોરોના કાબૂ બહાર જતો રહ્યો છે. સૌથી વધુ સંક્રમણ અમદાવાદ અને સુરતમાં ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં આજે કોવિડ 19ના રેકોર્ડબ્રેક 2276 કેસ નોંધાતા એક નવો રેકોર્ડ બનાવ્યો છે, તથા 1534 દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 2,83,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 94.86 ટકાએ પહોંચ્યો છે. બીજી બાજુ રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે કુલ 05 લોકોના દુ:ખદ મોત નોંધાયેલા છે. જેની વિગત જાણીએ તો સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 મળીને આજે 5 લોકોના મોત થયા છે.
આજે ગુજરાતમાં કોરોનાના નવા 2276 કેસની વાત કરીએ તો, આજે વધુ 5 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 2, અમદાવાદ, ભરૂચ, ભાવનગરમાં 1-1ના મોત થયા છે. અત્યાર સુધીમાં 4484 દર્દીઓના મોત થયા છે. આજે વધુ 1534 દર્દીઓ સાજા થયા છે. જેમાં સુરતમાં 760 કેસ, 2નાં મોત, અમદાવાદમાં 612 કેસ, એકનું મોત, વડોદરામાં 326, રાજકોટમાં 172 કેસ, ભાવનગરમાં 38 અને જામનગરમાં 37 કેસ, ગાંધીનગરમાં 39 અને જૂનાગઢમાં 11 કેસ, અમરેલીમાં 22, દાહોદમાં 20, પાટણમાં 19 કેસ, ખેડા, કચ્છ, મહેસાણા, નર્મદામાં 18 – 18 કેસ, મોરબીમાં 17, આણંદ – પંચમહાલમાં 16 – 16 કેસ, ભરૂચમાં 11, સાબરકાંઠા – વલસાડમાં 10 – 10 કેસ, ગીરસોમનાથ, મહિસાગર, નવસારીમાં 9 – 9 કેસ, સુરેન્દ્રનગર – તાપીમાં 8 – 8, બનાસકાંઠામાં 7 કેસ, છોટા ઉદેપુરમાં 7, દ્વારકામાં 6, અરવલ્લીમાં 2 કેસ, પોરબંદરમાં 2 અને ડાંગમાં એક કેસ નોંધાયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો 10871 એક્ટીવ કેસ રહેલા છે, જેમાંથી 157 કોરોના દર્દીઓ વેન્ટીલેટર પર છે, તેમાંથી 10714 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 283241 દર્દીઓ ડીસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યા છે, જ્યારે 4484 લોકો કોરોના સામેના જંગમાં હારી ગયા છે.