રાષ્ટ્રીય

જાણો ભાજપના કયા ધારાસભ્યને દોડાવી-દોડાવીને ખેડૂતોએ માર માર્યો.

ખેડૂતોએ પંજાબમાં મુક્તસર જિલ્લાના મલોટમાં ભાજપના ધારાસભ્ય અરુણ નારંગને દોડાવી-દોડાવીને માર માર્યો. આ ઘટનામાં તેમના કપડા પણ ફાટી ગયા અને તેમને ઈજા પણ પહોંચી છે. અરુણ નારંગ અબોહરથી ભાજપના ધારાસભ્ય છે. નારંગ કૃષિ કાયદાના સમર્થનમાં એક પત્રકાર પરિષદ યોજવા માટે મલોટ ગયા હતા. તેમના આગમન અંગે ખેડૂતોને જાણ થઈ હતી તો મલોટમાં ભાજપ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ. ખેડૂતો ભેગા થતા જોઈ પોલીસે ધારાસભ્યને ત્યાંથી લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ ખેડૂતોએ તેમનો પીછો કર્યો. પોલીસ ધારાસભ્યને એક દુકાનની અંદર લઈ ગઈ. ખેડૂતોએ તેમને જોઈ લીધા અને તે દુકાનની બહાર તેમને ઘેરવા લાગ્યા. આ જોઈ પોલીસે દુકાનને અંદરથી બંધ કરી દીધી. તે સમયે ખેડૂતોએ ધારાસભ્યની ગાડીને નિશાન બનાવી તેની તોડફોડ કરી.થોડી વાર બાદ પોલીસ નારંગને દુકાનમાંથી બહાર લઈ જવા લાગી. ખેડૂતોએ તેમને પીછો કર્યો. આ જોઈ ધારાસભ્ય જીવ બચાવવા માટે ઝડપથી ભાગવા લાગ્યા. પોલીસ કર્મચારીઓએ જ્યારે ઉગ્ર ખેડૂતોને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો બન્ને વચ્ચે ઝપાઝપી થઈ અને ધારાસભ્ય સાથે ધક્કા-મુક્કી કરી તેમને ઈજા પહોંચાડવામાં આવી. આ ઉપરાંત તેમના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા. પોલીસ ગમે તેમ કરીને ધારાસભ્યને બચાવી લઈ જવામાં સફળ રહી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x