ગુજરાત

સુરતઃ ભાજપમાં થયો કોરોના વિસ્ફોટ, મેયર અને 4 કોર્પોરેટર કોરોનામાં સપડાયાં.

સુરત :

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર સુરત (Surat ) અને અમદાવાદ બની રહ્યું છે. ગુજરાતમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના 2276 કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ કેસ સુરતમાં 760 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાની ઝપેટે પ્રથમ નાગરિક અને કોર્પોરેટર પણ ચડ્યા છે.

સુરતના પ્રથમ નાગરિક એટલે કે મેયર હેમાલી બોઘાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેમાલી બોઘાવાલાનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. RTPCR પોઝિટિવ આવતા હેમાલી બોઘાવાલા હોમ આઇસોલેટ થયા છે. તો સુરતમાં મેયર સિવાય 4 કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતના વોર્ડ નંબર 22 ના હિમાંશુ રાઉલજી, વોર્ડ નંબર 9ના રાજન પટેલ અને ગૌરી સાપરિયા અને વોર્ડ નંબર 13ના મનીષા મહાત્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના ઓલ-ટાઇમ હાઇ 2276 દર્દીઓ નોંધાયા છે અને પાંચ દર્દીઓના મોત થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 10871 એ પહોંચી છે. જેમાં 157 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 10174 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં 2,83,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં રિકવરી રેટ 94.86 છે.

ગુજરાતમાં Corona વાયરસનો ફેલાવો દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં જો આપણે જીલ્લાવાર આંકડા પર નજર કરીએ તો સુરતમાં 760, અમદાવાદમાં 612, રાજકોટમાં 172, વડોદરામાં 326, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 38, જામનગરમાં 37, જૂનાગઢમાં 11, વલસાડમાં 10, ગીરસોમનાથ 9, મહિસાગર 9, નવસારીમાં 9, સુરેન્દ્રનગર 8, તાપીમાં 8, બનાસકાંઠામાં 7, છોટા ઉદેપુરમાં 7, દ્વારકામાં 6, અરવલ્લીમાં 2, પોરબંદરમાં 2, ડાંગમાં 1, કચ્છ 18, મહેસાણા 18, નર્મદામાં 18, મોરબીમાં 17, આણંદ 16, પંચમહાલમાં 16, ભરૂચમાં 11, સાબરકાંઠા 10, અમરેલીમાં 22, દાહોદમાં 20, પાટણમાં 19 અને ખેડા 18 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં જો આપણે એક મહિનામાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો એક માસ પૂર્વ 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 27 માર્ચના રોજ વધીને 2276 એ પહોંચ્યા છે.

હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. હોળી-ધુળેટીમાં ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x