ટુરિસ્ટ વિઝા અપાવવાનું કૌભાંડ કરનાર સ્ટાર ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિક દંપતી પોલીસના સંકજામાં
વડોદરા :
અવારનવાર સાંભળવા મળતુ હોય છે કે, ટુરિસ્ટ વિઝા આપવાના બહાને લોકો પાસેથી પૈસા ખંખેરાઈ ગયા. ઘણા લોકોએ તો પૈસા પણ ગુમાવ્યા હોય છે આમ છતાં પોલીસ ફરિયાદ નથી કરતા. ઘણી વાર તો આપણને વિદેશ પહોંચીને ખબર પડે છે કે, આ વિઝા તો કંઈ જ કામ ના નથી. આવી જ એક ઘટના થોડા વર્ષ પહેલા વડોદરામાં (Vadodara) બની હતી. આ અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ દંપતી સ્ટાર ટુર એન્ડ ટ્રાવેલ્સ ના નામે વિદેશ પ્રવાસ જવા માંગતા લોકોને વિઝા અપાવવાનો વ્યવસાય કરતા હતા.
નોંધનીય છે કે, પુલીન ઠક્કર અને તેઓના પત્ની બિન્દ્રા ઠક્કર વર્ષ 2018માં અનેક લોકો પાસેથી લાખોની રકમ પડાવી ફરાર થઈ ગયા હતા. આ બાદ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલકો અને ઠક્કર દંપતી સહિત 5 સામે વર્ષ 2018માં ગુનો નોંધાયો હતો. આ બાદ પોલીસે ધરપકડ કરવા ગતિમાન તેજ કર્યા હતા. આ બાદ પુલીન ઠક્કર અને તેઓના પત્ની બિન્દ્રા ઠક્કરની અમદાવાદના નારણપુરાથી ધરપકડ કરવામાં આવી છે. આ ઠક્કર દંપતી ત્રણ વર્ષથી અમદાવાદમાં ટિફિન સર્વિસ ચલાવતું હતું.