ગાંધીનગર મનપા ચૂંટણી : ભાજપે 11 વોર્ડની યાદી કરી જાહેર, તમામ કોર્પોરેટર કપાયા.
ગાંધીનગર :
ગાંધીનગરમાં થનારી મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બંને પક્ષ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 20 મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક બાજુ કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. આગામી તારીખ 18 એપ્રિલે ગાંધીનગર મનપા ચૂંટણી યોજાશે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ચૂંટણી યોજાશે. જ્યારે 20 એપ્રિલના રોજ મતગણતરી કરાશે. તો 1 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે અને 3જી એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જ્યારે 5 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. નવા સીમાંકન બાદ પ્રથમ વાર મનપાની ચૂંટણી યોજાશે. કુલ 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.
એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તો આ વખતે 8 મહાનગરોની ચૂંટણીમાં આપની એન્ટ્રી બાદ હવે ગાંધીનગરમાં પણ આમઆદમી પાર્ટીની એન્ટ્રી થવા જય રહી છે.