ગાંધીનગરગુજરાત

અમદાવાદ સહિત રાજ્યના 4 મહાનગરોમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો

ગાંધીનગર :

ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ 30 એપ્રિલ-201 સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તે પણ આગામી 15 એપ્રિલ-2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે.

રાજ્યમાં 2220 નવા કેસ અને 10ના મોત

રાજ્યમાં સતત ચોથા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા છે. આમ સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અત્યાર સુધીમાં 3 લાખ 5 હજાર 338 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 38 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 5 હજાર 338 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,510 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 88 હજાર 565 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ છે, જેમાંથી 147 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,116 દર્દીની હાલત સ્થિર છે.

કોરોના બેકાબૂ બનતાં 23 નવેમ્બરે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x