ધો-12 સાયન્સની પ્રેકટીકલ પરીક્ષામાં 4 જ વિદ્યાર્થી ગેરહાજરઃ બે કોરોના પોઝિટિવ
સુરત
ધોરણ-૧૨ સાયન્સની આજથી ગ્રામ્ય વિસ્તારમાં શરૃ થયેલી પ્રેકટીકલ પરીક્ષામાં પ્રથમ દિવસે ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૯૯.૪૩ ટકા વિદ્યાર્થીઓની હાજર રહી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે જ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા તેમને હોમ કવોરેન્ટાઇન કરી દેવાયા હતા.
સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા ધોરણ-૧૨ સાયન્સની લેવાનારી પ્રેકટીકલ પરીક્ષા મોકુફ કરી દેવાઇ છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં પરીક્ષા લેવાનું આયોજન કરતા આજથી પરીક્ષા શરૃ થઇ ગઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં સવારે ૧૦ થી ૧ અને બપોરે ૨ થી પ એમ બે સેશનમાં પરીક્ષા લેવાઇ રહી છે. આજે લેવાયેલી પરીક્ષામાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં કુલ નોંધાયેલા ૭૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા. જયારે બે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા કુલ ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ૭૧૦ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આગામી ૯ મી એપ્રિલ સુધી ચાલનારી છે.
જે બે વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા હતા. તેમને હોમ કવોરેન્ટાઇન કરી દેવાયા છે. અને તેમનો ૧૪ દિવસનો કવોરેન્ટાઇન સમય પૂર્ણ થયા બાદ શહેરની લેવાનારી પરીક્ષા વખતે તેમની પરીક્ષાનું આયોજન કરાયુ