પાકિસ્તાનનાં PM ઇમરાનખાન સાથે લંડનમાં ડિનર કરશે ભારતના PM નરેન્દ્ર મોદી : સ્વામી
નવી દિલ્હી :
ભાજપ નેતા એને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. સ્વામીએ બુધવારે પાકિસ્તાનની સાથે વ્યાપર બહાલીની શક્યતા વાળા એક સમાચારને ટ્વીટ કરી લખ્યુ કાશ્મીર પર સરેન્ડર, ગુડ બાય પીઓકે. મને વિશ્વાસ છે કે જલ્દી મોદી ઈમરાનની સાથે લંડનમાં ડિનર કરશે.
લગભગ 2 વર્ષોથી બંધ હતો વ્યાપાર
ઉલ્લેખનીય છે કે સ્વામી ગત કેટલાક દિવસોથી મોદી સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. હકિકતમાં ભારતની સાથે વ્યાપાર કરવા માટે પાકિસ્તાનમાં આજે એટલે કે બુધવારે કેબિનેટની મહત્વની મીટિંગ થવાની છે. આ સાથે ભારતે પણ સંકેત આપ્યા છે. ત્યારે પાકિસ્તાનની સાથે વ્યાપારને ફરી શરુ કરવા માટે તૈયાર છે જે ગત લગભગ 2 વર્ષોમાં બંધ હતો. આ સાથે ભારતે પાકિસ્તાન સાથે વ્યાપાર સંબંધોને ફરી ચાલુ કરવાનો પક્ષ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ઓગસ્ટ 2019માં ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપારને એક તરફી રદ્દ કરી નાંખ્યો હતો. હવે આ પાકિસ્તાન પર નિર્ભર છે કે એ એકતરફી નિર્ણયની સમીક્ષા કરે.
ઈમરાને મોદીનો આભાર માનતા જમ્મુ-કાશ્મીર મુદ્દાને પણ ઉઠાવ્યો.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પાકિસ્તાનના નેશનલ ડે પર પત્ર લખતા કહ્યુ હતુ કે ભારત પાકિસ્તાન પાસેથી સદ્ભાવનાપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. એટલા માટે પરસ્પર વિશ્વાસ અને આતંકને ખતમ કરવો જરુરી છે. તેમણે લખ્યુ હતુ કે કોરોના કાળમાં માનવતા માટે બહું મુશ્કેલી ભર્યો છે. હું તમને અને પાકિસ્તાનની જનતાને આ પડકારને બહાદુરીથી પહોંચી વળવા માટે કામના કરુ છુ. આ બાદ ઈમરાન ખાને પણ નરેન્દ્ર મોદીના પત્રનો જવાબ આપ્યો. તેમણે શુભકામના સંદેશ માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને જમ્મુ-કાશ્મીર મુદ્દાને પણ ઉઠાવ્યો. ઈમરાને લખ્યુ કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા ભારત અને પાકિસ્તાનની વચ્ચે જમ્મુ કાશ્મીર સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાના હલ પર નિર્ભર છે. તેમણે આગળ લખ્યું કે પાકિસ્તાનના લોકો ભારત સહિત તમામ પડોશીઓની સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે.