ગાંધીનગર મનપા માટે કોગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ, કોણ કપાયા
ગાંધીનગર :
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસે પણ જાહેર કર્યા પોતાના ઉમેદાવાર, આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવી છે. વોર્ડ 5 અને 6ને બાદ કરતાં તમામ વોર્ડનાં નામ ફાઇનલ કરવામાં આવ્યાં છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. નવા સિમાંકનના કારણે ઘણા વર્તમાન કોર્પોરટરના પત્તા કપાયા છે.
પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડાની બંધ બારણે બેઠક યોજાઇ હતી. ગાંધીનગર મનપાના નિરીક્ષકોને બેઠકમાં બોલાવ્યા હતા. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. કોકડું ગુંચવાતા પ્રભારી રાજીવ સાતવે હાથમાં કમાન લીધી હતી. રાજીવ સાતવની ગુજરાતમાં એન્ટ્રી બાદ નામો નકકી થયા છે.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષ નેતા બદલવાથી પરફોર્મન્સ નહીં સુધરે. કોંગ્રેસે જમીન પર ઉતરીને પરફોર્મન્સ સુધારવું પડશે. પ્રદેશથી લઈને બુથ સુધીમાં ફેરફાર કરાશે. બ્લોક, જિલ્લા, પ્રદેશના નેતાઓને કામની સંપૂર્ણ છૂટ આપી હતી. પરિણામ નથી મળ્યા માટે એસેસમેન્ટ થશે. તમામ જિલ્લામાં પરફોર્મન્સ ખરાબ જ થયું છે. AICC પણ ગુજરાતના પરિણામને લઈને ચિંતિત છે. પ્રદેશ પ્રમુખ કે વિપક્ષ નેતા બદલવાથી પરફોર્મન્સ નહીં સુધરે. કોંગ્રેસે જમીન પર ઉતરીને પરફોર્મન્સ સુધારવું પડશે.