ગુજરાત

કોરોનાને લઇને GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર

કોરોનાને ધ્યાને લઇને GPSC દ્વારા એપ્રિલ અને મે મહિનામાં લેવાનાર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી તારીખ અનુસાર, પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા 18 એપ્રિલે લેવાશે. તો નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા 9 મેના લેવાશે. જ્યારે આસિસ્ટન્ટ સહાયક વર્ગ-3ની પરીક્ષા 23 મેના લેવાશે. સિક્યુરીટી સુપરવાઈઝર સહાયકની પરીક્ષા 23 મેના રોજ અને મદદનીશ ઈજનેર (સિવિલ)ની પરીક્ષા 6 જૂનના લેવાશે.ઉદ્યોગ અધિકારી તાંત્રિક વર્ગ-2ની પરીક્ષા 23 મેના રોજ અને ગુજરાત ઈજનેરી સેવા વર્ગ 1-2ની પરીક્ષા 23 મેના લેવાશે. વહીવટી અધિકારી મત્સ્યોદ્યોગની પરીક્ષા 30 મેના રોજ અને વહીવટી અધિકારી વર્ગ 2 ઉદ્યોગ અને ખાણ વિભાગની પરીક્ષા 29 મેના લેવાશે. તો કચેરી અધિક્ષક વર્ગ 2ની પરીક્ષા 30 મેના રોજ લેવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x