16 એપ્રિલ સુધી મેષ, ધન અને મકર રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે, આ 5 રાશિને થશે ફાયદો
બુધ ગ્રહ 1 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશી રહ્યો છે અને 16 તારીખ સુધી આ જ રાશિમાં રહેશે. એનાથી 13 એપ્રિલ સુધી મીન રાશિમાં બુધાદિત્યયોગ રહેશે. બુધ ગ્રહની ચાલમાં ફેરફાર થવાને કારણે 5 રાશિ માટે સારો સમય શરૂ થશે. તો મેષ, ધન અને મકર રાશિના જાતકોએ જરાક સાવચેત રહેવું પડશે. આ સિવાય 4 રાશિ માટે સમય મધ્યમ રહેશે.
કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે, બુધના રાશિ પરિવર્તનથી ઈન્કમ, રોકાણ અને લેણદેણ પર અસર પડે છે. એનાથી કેટલાક લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને કેટલાક લોકોને નુક્સાન ભોગવવાનો વારો આવે છે. આ ગ્રહને કારણે શેર માર્કેટથી જોડાયેલા લોકો પ્રભાવિત થાય છે, સાથે જ શરીરમાં નસ, તંત્રિકા તંત્ર, ગળા અને સ્કિન સંબંધિત બીમારી બુધ ગ્રહને કારણે થાય છે. આ ગ્રહને કારણે તર્કશક્તિ પર અસર પડે છે, સાથે જ પત્રકારત્વ, શિક્ષણ, લેખન અને વકીલાતથી જોડાયેલા લોકોનાં કામકાજમાં મોટો ફેરફાર આવે છે.
શુભ: વૃષભ, મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિ
મીન રાશિમાં બુધના પ્રવેશથી વૃષભ, મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકોનો સમય સારો રહેશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના અવસર મળશે. રોકાયેલા પૈસા મળવાના પણ યોગ બની રહ્યા છે. લેણદેણ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય આ રાશિઓના લોકો મોટાં કામકાજની યોજના બનાવી શકે છે. તેમની તર્કશક્તિ પણ વધશે.
સામાન્ય: કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિ
બુધના રાશિ પરિવર્તનથી કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોનો સમય સામાન્ય રહેશે. આ 4 રાશિના લોકોનાં કામ પૂરાં થશે. કામકાજ માટે નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. દરરોજનાં કામમાં મહેનત વધારે કરવી પડશે. ભાગદોડ રહેશે. લેણદેણ અને રોકાણ સમજીવિચારીને કરવાનું રહેશે. સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડશે.
અશુભ: મેષ, ધન અને મકર રાશિ
મીન રાશિમાં બુધના પ્રવેશથી મેષ, ધન અને મકર રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે. આ 3 રાશિઓના લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. સેવિંગ પૂરું થઈ શકે છે. રોકાણમાં નુક્સાન થવાની આશંકા છે. લેણદેણમાં સાવધાની રાખવી પડશે. નસીબ સાથ નહિ આપે. નોકરિયાત વર્ગ માટે કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યો છે.