આરોગ્યગાંધીનગરગુજરાત

રાજયમાં બેફામ વધી રહેલા કેસને લઈ સીએમ રુપાણીએ લીધો વધુ એક નિર્ણય

ગાંધીનગર:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતિય શ્રમિકો-લોકોને પણ ઝડપથી કોરોના-કોવિડ-19 વેકસીનેશનમાં આવરી લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં કોવિડ-19ની સ્થિતી સંદર્ભે નિયમીત રૂપે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળતી કોર કમિટિની બેઠકમાં થયેલી ચર્ચા-વિમર્શને પગલે મુખ્યમંત્રીએ રાજ્યમાં વસતા પરપ્રાંતિય નાગરિકો-લોકો જેમની ઉંમર 45 વર્ષથી વધુ છે તેમને કોવિડ-19 કોરોના રસીકરણ ઝડપથી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરી છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય નાગરિકો-લોકોના સમાજના અગ્રણીઓને સાથે રાખીને ટેક્ષટાઇલ તેમજ ડાયમન્ડ એસોસિયેશનના પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને પરપ્રાંતિય લોકો-પરિવારોના રહેણાંક-વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને વેકસીનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા પરપ્રાંતિય લોકો માટે વેકસીનેશનની સ્ટ્રેટેજી બનાવી આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્ર અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વોરિયર્સ બાદ ફ્ન્ટલાઇનર્સ માટે કોરોના વેકસીનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સીનીયર સીટીઝનો તથા કોમોર્બીડ વ્યક્તિઓ ( બિમારી ધરાવતાં વ્યક્તિ ) માટે વેકસીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે પૂર્ણ થયા બાદ આજથી 45થી 59 વર્ષની વય ધરાવતાં કોઇપણ વ્યક્તિ માટે વેકસીન આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. એક પછી એક વર્ગ તથા વય જૂથ માટે વેકસીન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રીએ પરપ્રાંતિય લોકો માટે વેકસીન આપવાની કામગીરી હાથ ધરવા માટેની સૂચના જારી કરી છે. આમ ગુજરાત તથા ગુજરાતમાં વસતા પરપ્રાંતિયો માટે પણ આ નિર્ણય લીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x