ગાંધીનગરગુજરાત

CCTV કેમેરા નહીં લગાડનાર પંપ-હોટલ પર તવાઇ ઉતરશે

ગાંધીનગરઃ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં જાહેર સ્થળોએ સીસી ટીવી કેમેરા લગાડવાનું ફરજિયાત કરતું જાહેરનામુ કલેક્ટર દ્વારા બહાર પડાયેલું જ છે. આમ છતાં સંખ્યાબંધ કિસ્સામાં તેનું પાલન નહીં થઇ રહ્યાની માહિતીના પગલે કલેક્ટર સતિષ પટેલ દ્વારા વાત કરાયાના પગલે રેન્જ આઇજીએ કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતાં પોલીસ ટુકડી નવેસરથી મેદાને ઉતરીને તપાસ હાથ ધરશે.
કલેક્ટરના જાહેરનામાંથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં જ્યાં સીસી ટીવી કેમેરા લગાડવાનું ફરજીયાત કરાયું છે તેમાં શાળા-કોલેજ, બેંક-એટીએમ, હાઇ-વે પરની હોટલ-રેસ્ટોરન્ટ અને શહેરમાં થ્રી સ્ટારથી ઉપરની હોટલ, ગેસ્ટ હાઉસ, ભોંયરા, પેટ્રોલ પંપ, ધાર્મિક સ્થળો, એસ ટી-રેલવે સ્ટેશન, ટોલ પ્લાઝા, શોપિંગ મોલ અને શોપિંગ સેન્ટર, મલ્ટી પ્લેક્સ થિયેટર, જાહેર પાકિપ્નગ, કોમર્શિયલ સેન્ટર, ધર્મશાળા, અતિથી ગૃહ, વિશ્રામ ગૃહ, બહુમાળી ઇમારતો અને પાવર હાઇસનો સમાવેશ કરાયો છે.
નાઇટ વિઝન એટલે કે અંધારામાં પણ શુટિંગ કરવાની ક્ષમતા ધરાવતાં હાઇ ડેફિનેશન કેમેરા ઉપરોક્ત સ્થળોએ લગાડવાના છે અને તેમાં વીડિયો રેકોર્ડિંગની સુવિધા હોવી જોઇએ. ઉપરાંત ૧પ દિવસના વીડિયો ફૂટેજ જળવાઇ રહે તેવી ક્ષમતા હોવી જરૂરી છે. આ કાયદાના અમલ માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તાજેતરની અધિકારીઓની બેઠક દરમિયાન સુચના આપી દેવામાં આવી છે.  આ દિશામાં કોઇ કાર્યવાહી શરૂ જ નહીં કરાયાનું ધ્યાને આવતાં ગુના નોંધવામાં આવ્યાં હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x