વડાપ્રધાન ગાંધીનગરમાં : મહાત્મા મંદિરે મહિલા સરપંચ સમેલનમાં સંબોધન કરશે
ગાંધીનગરઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં ગાંધીનગર આગમનને લઇને સમગ્ર સરકારી તંત્ર હાઇએલર્ટની સ્થિતીમાં આવી ગયુ છે. પીએમ સોમનાથ દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે મહાત્મા મંદિરે પહોચીને ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યકર્મમાં દેશભરમાંથી આમંત્રીત 6 હજાર મહિલા–ને સંબોધન કરશે. પીએસનાં પાટનગરમાં આગમનને લઇને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયુ છે. ત્યારે નાગરીકોને પણ સામાન્ય હાલાકી વેઠવી પડશે. મંગળવાર સવારથી જ શહેરનાં માર્ગો તથા મહાત્મા મંદિરે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહાત્મા મંદિરે યોજાનાર વડાપ્રધાનનાં આ કાર્યક્રમને લઇને ઘણા દિવસથી તૈયારી– ચાલી રહી હતી. વ્યવસ્થા માંડીને સુરક્ષાને લઇને સરકારી તંત્રની સતત દોડધામ ચાલી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હોમસ્ટેટ ગુજરાતમાં તેમની આ મુલાકાત તંત્ર માટે વધારે પરસેવો પાડનારી બની છે. કારણે કે તેમનાં દિલ્હી ગયા બાદ ગુજરાતમાં નિર્માણ થયેલા વિવિધ આંદોલનો તથા મોરચાની વિરોધ પ્રદર્શનની સ્થિતી સરકારી તંત્રનાં નાકે દમ લાવી રહી છે. ત્યારે વડાપ્રધાનનાં કાર્યક્રમમાં ધ્યાન આપવાની સાથે સાથે આ દિશામાં પણ બુધ્ધી અને બળથી કામ લેવાની જરૂરીયાત ઉભી થઇ છે.