મનોરંજન

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ

મુંબઇ :

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. છેલ્લા ૧૨-૧૫ મહિનાથી દેશમાં કોરોનાએ એવો હાહાકાર મચાવ્યો છે કે અત્યાર સુધી આ રોગચાળાની અસર ફક્ત મધ્યમ અને નીચલા વર્ગમાં જ જોવા મળી હતી. પરંતુ હવે મનરોંજન ઇન્ડસ્ટ્રીના મૂળિયા પણ હલી ગયા છે. બોલિવૂડનો હાલનો સૌથી બિઝી સ્ટાર અક્ષય કુમારને કોરોના થયો છે. ખેલાડી કુમાર અક્ષયની તબિયત હાલમાં સ્થિર છે અને તે પોતાના ઘરમાં જ હોમ કોરન્ટાઈન થયો છે. અક્ષય કુમારે પોતાના નજીક અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવા માટે જણાવ્યુ છે.

ટોચના અભિનેતાઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. હવે આ અભિનેતાઓની યાદીમાં અક્ષયકુમારનું નામ જોડાયું છે. આ પહલા રણબીર, આલિયા, આમિરખાન, સહિતના કલાકારો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x