ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, આજે નવા 2875 કેસો નોંધાયા

ગાંધીનગર :

ગુજરાતમાં કોરોનાની (Covid 19) ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. હવે રાજ્યમાં કોરોનાનાં કેસો (Gujarat Corona Cases) 2900ની નજીક પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 2875 કેસો નોંધાયા છે, જ્યારે 14 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 2024 દર્દીઓ સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2.77 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના બેકાબુ બન્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા 2875 કેસ નોંધાયા છે. છેલ્લા 1 વર્ષમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે વધુ 14 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 4566 દર્દીના મોત થયા છે. આજે વધુ 2024 દર્દી થયા સાજા છે. અત્યાર સુધીમાં 2, 97, 737 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોના કેસોનો કુલ આંક 3,18,438 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં 676 કેસ, 4નાં મોત, સુરતમાં 724 કેસ, 8નાં મોત, વડોદરામાં 367 અને રાજકોટમાં 276 કેસ, ભાવનગરમાં 77 અને જામનગરમાં 97 કેસ, ગાંધીનગરમાં 65 અને જૂનાગઢમાં 25 કેસ, પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38 કેસ, પંચમહાલમાં 37, બનાસકાંઠા – ભરૂચમાં 30 – 30 કેસ, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26 કેસ, આણંદમાં 25, મહિસાગરમાં 24, દ્વારકામાં 21 કેસ, સુરેન્દ્રનગરમાં 20, અમરેલી – તાપીમાં 18 – 18 કેસ, સાબરકાંઠામાં 18 અને છોટા ઉદેપુરમાં 16 કેસ, નર્મદા – વલસાડમાં 16 – 16, નવસારીમાં 15 કેસ, બોટાદમાં 10, ડાંગ – ગીર સોમનાથમાં 7 – 7 કેસ, અરવલ્લીમાં 2 અને પોરબંદરમાં એક કેસ નોંધાયા છે.

64, 89, 441 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. અને 7, 83, 043 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15135 પર પહોંચી છે. જેમાંથી 163 વ્યક્તિઓની હાલત ગંભીર છે. અને 14972 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x