મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા કરાયું વીકેન્ડ લોકડાઉન : ઉદ્ધવ સરકારનું એલાન
મુંબઇ :
મહારાષ્ટ્ર કેબિનેટે (Maharashtra Cabinet) વધતા કોરોનાને જોતા કોવિડ (Covid) માટે સખ્ત દિશા-નિર્દેશો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ નિર્દેશ સોમવાર સાંજે 8 વાગ્યાથી લાગુ થઈ જશે. કેબિનેટે નિર્ણય લીધો છે કે જરૂરી સેવાઓમાં લાગેલા લોકોને જ રાત્રે નીકળવાની પરવાનગી રહેશે. તો રાત્રે હોટલ (Hotel) અને રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કરવા પર પ્રતિબંધ રહેશે. જો કે પેકિંગ સુવિધા ચાલું રહેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના તમામ પાર્ક બંધ રહેશે. સાથે જ થિયેટર પણ બંધ રહેશે. આ ઉપરાંત અહીં કોઈ પણ મોટા શૂટ (Shooting)ને પણ પરવાનગી નહીં હોય. તો ઉદ્યોગો માટે જલદી એસઓપી જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં વીકેન્ડ અને રાતના લોકડાઉન જેવી વ્યવસ્થાથી કોરોનાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અંતર્ગત શુક્રવાર રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી અહીં લોકડાઉન રહેશે.
મુંબઈમાં શનિવારના કોરોનાના 9,090 નવા કેસ સામે આવ્યા હતા અને 27 મોત થયા હતા જેણે સક્રિય કેસોની સંખ્યા 62,187 સુધી પહોંચાડી દીધી છે. કોરોના વાયરસની મહામારીની ઝડપ વધી રહી છે. દેસમાં સામે આવી રહેલા કુલ નવા કેસોના મોટા ભાગના મહારાષ્ટ્રથી જ છે. 3 એપ્રિલના મહારાષ્ટ્રમાં 49,447 નવા કેસ સામે આવ્યા અને 277 મોત થયા છે. પ્રદેશમાં કોરોનાના 4 લાખ 1 હજાર 172 એક્ટિવ કેસ છે. આવામાં રાજ્યમાં કોરોનાની વધતી ચિંતાને લઇને સીએમ ઉદ્ધવ ઠાકરેએ રવિવારના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એમએનએસ ચીફ રાજ ઠાકરે સાથે ફોન પર વાત કરી.