ગાંધીનગરગુજરાત

બોર્ડની પરીક્ષાના ખોટા મેસેજ વાઈરલ કરનાર સામે ગુનો દાખલ

ગાંધીનગર :

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની પરીક્ષા તા.૧૦થી રપ મે દરમ્યાન લેવાની છે ત્યારે કોઈ શખ્સ દ્વારા આ યાદીમાં છેડછાડ કરીને તા.૧પથી ૩૦ જુન દરમ્યાન પરીક્ષા લેવાશે તેવી માહિતી સોશ્યલ મીડીયામાં ફરતી કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસમંજસ ઉભી થઈ હતી ત્યારે આ મામલે શિક્ષણ બોર્ડની ફરીયાદના આધારે સે-૭ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી હતી.

સોશ્યલ મીડીયાના જેટલા ફાયદા છે તેનાથી વધુ ગેરફાયદા પણ જોવા મળી રહયા છે. અવારનવાર અગત્યની માહિતીઓમાં છેડછાડ કરીને ખોટા મેસેજ વાઈરલ કરવામાં આવતાં હોય છે. તાજેતરમાં જ આવી એક ઘટના બની હતી. જેમાં કોઈ શખ્સ દ્વારા બોર્ડની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો હોવાનો ખોટો મેસેજ સોશ્યલ મીડીયામાં ફરતો કરી વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતામાં વધારો કરી દીધો હતો. આ મામલે શિક્ષણ બોર્ડના સંયુકત નિયામક બહાદુરસિંહ સોલંકીએ સે-૭ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે બોર્ડની કચેરી દ્વારા ગત તા.૩ ફેબુ્રઆરીના રોજ સંયુકત નિયામક ડી.એન.રાજગોરની સહીથી અખબારી યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં ધો.૧૦ અને ૧રની પરીક્ષા તા.૧૦ થી રપ મે દરમ્યાન યોજાશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જ અખબારી યાદીમાં છેડછાડ કરીને કોઈ શખ્સે તા.૧ એપ્રિલે સોશ્યલ મીડીયામાં યાદી ફરતી કરી હતી જેમાં તા.૧પ જુનથી ૩૦ જુન દરમ્યાન બોર્ડની પરીક્ષા લેવાશે તેવી ખોટી માહિતી વાઈરલ કરી હતી. આ મામલો કચેરીના ધ્યાને આવતાં ફરીયાદ કરવામાં આવી છે. હાલત તો સે-૭ પોલીસે ગુનો નોંધી એલસીબી દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x