રાજયમાં હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી : હાઇકોર્ટ નું અવલોકન
ગાંધીનગર :
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટનો સરકારને નિર્દેશ કર્યો છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
રાજ્યમાં દરરોજ સરેરાશ 3 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે RT-PCR માટે પણ મોટાભાગની લેબોરેટરીમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. આ તમામ સ્થિતિને જોતા ગુજરાતમાં કોરોનાના કારણે આગમી દિવસોમાં ગંભીર સ્થિતિ પણ જોવા મળી શકે છે.
મહત્વનું છે કે, હાલ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવાયેલો છે. જે રાત્રિના 9થી સવારે 6 વાગ્યા સુધી લાગુ છે. તો એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં મહાનગરોમાં વિકેન્ડ કર્ફ્યુને લઇને રાજ્ય સરકાર વિચાર કરી શકે છે.
ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા છે અને 2028 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.