ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મનપા ચૂંટણી મોકૂફ રખાઇ, આખરે ચૂંટણીપંચને કોરોનાની સ્થિતિની ગંભીરતા વર્તાઈ

ગાંધીનગર :

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે મનપાની ચૂંટણી મોકૂફ કરી દીધી છે. રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણને લઇ ચૂંટણી મોકૂફ કરાઈ છે. ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીએ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. તમામની રજૂઆત બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. ચૂંટણીપંચ દ્વારા આજે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા અંગે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.મહત્વનું છે કે, ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x