ગાંધીનગરગુજરાત

પાટણના વતની આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન

પાટણ શહેરની બિ.ડી હાઈસ્કૂલમા વિદ્યાર્થી કાળ દરમ્યાન હંમેશા પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થી તરીકે રહ્યા હતા. તેઓ શ્રી મુળ દલછારામ બાપા નુ ડહેલુ, ડેરીયા વાસ, મોટીસરાય પાટણના રહેવાસી હતા અને વડોદરા આર્મ્સ યુનિટના ડી‌આઈ.જી તરીકે ફરજ બજાવતા હતા. પાટણ જિલ્લાના સર્વ પ્રથમ IPS ઓફિસર ડેરીયાવાસ, મોટીસરાય, પાટણના વતની અને વડોદરા આર્મ્સ યુનિટ ના D.I.G ડોક્ટર મહેશભાઈ નાયક નુ કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું છે. તેઓ છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. અને અમદાવાદની SVP હોસ્પિટલમા સારવાર લઈ રહયા હતા. હાલમા ડો. મહેશ નાયક વડોદરા આમ્સ યુનિટમાં DIG તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સુપરિટેન્ડેન્ટ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા હતા. હજી હમણાં જ ૬ માસ પહેલા જ DIG તરીકેની બઢતી મળતા તેઓ વડોદરા ખાતે નિમણૂંક પામ્યા હતા. વ્યવસાયે મેડિકલ પ્રેક્ટિશનર રહી ચૂકેલા ડો મહેશ નાયક ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગુજરાત પોલીસ સેવાનો હિસ્સો બન્યા હતા. એસ.પી તરીકે તેમણે સુરત તથા તાપી સહિત અનેક જિલ્લાઓમાં ફરજ બજાવી છે. તાજેતરમાં જ નાદુરસ્ત તબિયત થતા તેઓ પોતાના પરિવાર પાસે અમદાવાદ પાછા ફર્યા હતા.અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવેલ હતા આથી તેમને સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 જોકે મેડિકલ સાયન્સ કુદરત સામે હારી ગયું અને શુક્રવારની રાત્રે ડો. મહેશ નાયકે અંતિમ શ્વાસ લીધા. તેમની પાછળ પુત્ર ધ્રુવ અને પુત્રી અસ્મિતા અને પત્નીને વિલાપ કરતા મૂકી ગયા છે. આમ એક પ્રથમ IPS અધિકારી કોરોના સામે જંગમાં હાર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x