ગાંધીનગરગુજરાત

મફત રેમડેસિવીરની જાહેરાત કરી પાટીલ ભરાયા : CMએ કહ્યું મને ખબર નથી, કોંગ્રેસે આડેહાથ લીધા, તપાસના આદેશ અપાયા

લાયસન્સ વિના ભાજપ વેચાણ કેવી રીતે કરી શકે?

સુરતમાં ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું છે ત્યારે ભાજપ કાર્યાલય પર ઇન્જેક્શન વિતરણ પર કોંગ્રેસે આક્ષેપ કરી કહ્યું કે ભાજપે રસીકરણનું રાજકીયકરણ કર્યું છે. ભાજપને ઇન્જેક્શન વેચાણની મંજૂરી કોને આપી? હોસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી આવી વ્યવસ્થા ના હોવી જોઈએ. ઇન્જેક્શન હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે. હોસ્પિટલમાં ઇન્જેક્શન ના આપી શકો તો રાજીનામું આપો. ઇન્જેક્શન આપી ભાજપ લોકોને ભ્રમિત કરી રહી છે. લાયસન્સ વિના ભાજપ દવાનું વેચાણ કેવી રીતે કરી શકે?

તપાસના આદેશ અપાયા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરે આ મામલે નોંધ લેતા તપાસના આદેશ આપ્યાં છે. વિભાગે કહ્યું છે કે આ મામલે તપાસ સોંપાઈ છે અને ક્યાંથી આવ્યા તેમ જ ભાજપના કાર્યાલય પર તેના વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું તે પણ તપાસ કરવામાં આવશે. નિયમોઅનુસાર કોઈ ખાનગી જગ્યાએ આ ઈન્જેક્શનનું સરકારની પરવાનગી વિના વિતરણ ન કરી શકે. ઉપરાંત ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના પણ આ ઈન્જેક્શન આપી શકાય નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x