આરોગ્યગાંધીનગરગુજરાત

કોરોના મહામારીમાં ભગવાન ભરોસે ગુજરાત : આજે 5011 પોઝિટિવ કેસો નોંધાયા

ગાંધીનગર :

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ભયાનક ગતિએ વધી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં 5011 કેસો નોંધાયા હતા. જ્યારે 49 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 2525 લોકોએ કોરોનાને માત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખુબ જ જીવલેણ સાબિત થઈ રહી છે. અને કેસોની સાથે સતત મોતનો આંક વધતાં ચિંતાના વાદળો છવાયા છે. અને તેમાં પણ અમદાવાદ અને સુરતની સ્થિતિ ભયંકર છે.

ગુજરાતમાં કોરોના કેસોનો કુલ આંક 3,38,008 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 4746 લોકોનાં મોત નિપજ્યા છે. અને કુલ 3,12,151 લોકોએ કોરોનાને માત આપી છે. બીજી લહેરમાં મોતનો આંક વધતાં રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યનો રિકવરી રેટ 91.27 ટકા પર પહોંચ્યો છે.

જિલ્લા પ્રમાણે આંકડા જોઈએ તો, અમદાવાદમાં 1440 કેસ, 16નાં મોત, સુરતમાં નવા 1152 કેસ, 16નાં મોત, વડોદરામાં 447 અને રાજકોટમાં 529 કેસ, જામનગરમાં 275 અને ભાવનગરમાં 94 કેસ, ગાંધીનગરમાં 92 અને જૂનાગઢમાં 93 કેસ, પાટણમાં 118, કચ્છ – મોરબીમાં 52 – 52 કેસ, સાબરકાંઠામાં 45 અને મહિસાગરમાં 44 કેસ, નવસારી – પંચમહાલમાં 41 – 41, દાહોદમાં 38 કેસ, ખેડામાં 38, આણંદમાં 33, અમરેલીમાં 32 કેસ, ભરૂચમાં 32, સુરેન્દ્રનગરમાં 29, નર્મદામાં 28 કેસ, ગીર સોમનાથમાં 28, વલસાડમાં 25, તાપીમાં 15 કેસ, બનાસકાંઠામાં 23 અને દેવભૂમિ દ્વારકામાં 18 કેસ, અરવલ્લીમાં 14 અને બોટાદમાં 18 કેસ, છોટાઉદેપુર – ડાંગમાં 12 -12, પોરબંદરમાં 5 કેસ નોંધાયા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x