રાષ્ટ્રીય

15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગી શકે છે આ રાજ્યમાં, આજે CM લેશે મોટો નિર્ણય

મુંબઇ :

દેશમાં વધતા કોરોનાના નવા મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. મહારાષ્ટ્રમાં અનેક પ્રકારના પ્રતિબંધો છતાં કોરોના વિસ્ફોટ ચાલુ છે. તેવામાં એકવાર ફરી મહારાષ્ટ્ર લોકડાઉન તરફ વધતો દેખાઈ રહ્યો છો. સમાચારોનું માનીએ તો 15 દિવસ માટે લોકડાઉન લાગી શકે છે. પૂર્ણ લોકડાઉનને લઈને આજની બેઠકમાં અંતિમ નિર્ણય આવી શકે છે.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં મહારાષ્ટ્રમાં વીકએન્ડ પર જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેને વધારીને આવનારા અઠવાડિયા સુધી લાગૂ કરી શકાય છે. જો કે લોકડાઉન એટલું કડક નહીં હોય જેટલું ગત વર્ષ હતુ. એક અધિકારીએ ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું કે અમે સાર્વજનિક પરિવહન પર કોઈ પ્રતિબંધ નથી લગાવી રહ્યા પરંતુ લોકોને કારણ વગર સફર કરવાની પરવાનગી નથી. આ રીતે લાંબા સમય સુધી ટ્રેન અથવા વિમાન બંધ નહીં રહે. ટ્રેન અને બસોના સંચાલન પાછળ અમારો હેતુ રસીકરણ, પરિક્ષા અને અન્ય જરુરી કામના કારણે ઘરેથી નીકળનારાને તકલીફ ન પડે તે માટેનો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શનિવારે 55, 411 નવા કેસ સામે આવ્યા અને રાજ્યમાં કુલ સંખ્યા 33,43,951 થઈ ગઈ. એક દિવસમાં 309 લોકોના મોત સાથે કુલ મોત આંક 57,638 પહોંચ્યો. હાલ 5,36,682 ની સારવાર ચાલી રહી છે. તો એક દિવસમાં 53,005 લોકોને રજા આપવામાં આવી છે. ત્યારે કુલ 27,48,153 લોકો સાજા થયા છે. અહીં સંક્રમણ મુક્તીનો દર 82.18 ટકા છે. ત્યારે મૃત્યુ દર 1.72 ટકા છે. રાજ્યમાં એક દિવસમાં 2,19,977 નમૂનાની તપાસ થઈ રહી છે. અત્યાર સુધી કુલ 2,18,51,235 લોકોના ટેસ્ટ થયા છે.

ઉપમુખ્યમંત્રીએ આપ્યા સંકેત

શનિવારે થયલી બેઠક બાદ મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવારે સંવાદદાતાઓને જણાવ્યું કે કોરોના વાયરસની ચેન તોડવા માટે લોકડાઉન લગાવવું જરુરી છે. તેમણે કહ્યું કે રવિવારે ટાસ્ક ફોર્સની બેઠક થશે જેમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે બેઠક બાદ કહ્યુ, સખત પ્રોટોકોલ છતાં કોવિડ 19ના કેસ વધ્યા છે. આવનારા દિવસોમાં સ્વાસ્થય ઢાંચા પર વધારે દબાણ આવી શકે છે. મુખ્યમંત્રી કાલે ટાસ્ક ફોર્સની સાથે બેઠક રાખશે. જે બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x