હાઈકોર્ટની ટકોર કર્યાં બાદ સરકાર જાગી, મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા
ગાંધીનગર :
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણબે ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ સુઓમોટો કરીને સરકારને પરિસ્થિતિમાં સુધાર લાવવા ટકોર કરી હતી. હાઈકોર્ટે આપેલા નિર્દેશો બાદ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા છે.
તમામ મેળાવડો, જાહેર કાર્યક્રમો રદ્દ
રાજ્યમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિમાં સુધારો લાવવા અંગે હાઈકોર્ટે સરકારને જે નિર્દેશો કર્યા હતા તે અંગે CM RUPANI એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાને સંબધોન કરતા રાજ્યમાં નવા નિયમો અને પ્રતિબંધો જાહેર કર્યા છે, જે આ મુજબ છે-
1)લગ્ન સમારંભમાં 200 લોકોને ભેગા થવાની મંજુરી હતી જેને ઘટાડી 50 લોકો જ હવે ભેગા થઇ શકશે.
2) તમામ સરકારી, અર્ધસરકારી અને ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ એકાતરા દિવસે કામ કરશે.
3) મેં મહિના સુધી તમામ ધાર્મિક ઉત્સવો, મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવાયો છે.
4)રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં.