ગુજરાત

રાજયમાં આજે 6021 કેસ નોંધાયા, 55 દર્દીઓનાં મોત અને 2854 દર્દીઓ સાજા થયા.

ગાંધીનગર :

દેશભરમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના મહાનગરો ગણાતા અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડામાં ફરી એક વખત કોરોનાએ પગપેસાળો કર્યો છે. દિવસે-દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. તમામ હોસ્પિટલોમાં બેડ ફુલ થવા લાગ્યા છે. પરંતુ સામે કોરોનાને મ્હાત આપીને ઘણા દર્દીઓ સાજા પણ થયા છે.

મળતી માહિતી અનુસાર કોરોના વધતા કેસ વચ્ચે 2854 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. તે સિવાય હજી ઘણા લોકો સારવાર હેઠળ છે.

ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં એમ કહ્યું હતું કે લોકોને લાગે છે કે ગુજરાત હવે ભગવાન ભરોસે છે. તેવામાં આજના આંકડા પણ એ જ પ્રકારની સ્થિતિ જણાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6021 કેસ નોંધાયા છે. જ્યારે 55 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 2854 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં નવા 1933 કેસ, 20નાં મોત, સુરતમાં નવા 1469 કેસ, 19નાં મોત, વડોદરામાં 381 અને રાજકોટ 576 કેસ, જામનગરમાં 296 અને ભાવનગરમાં 110 કેસ, ગાંધીનગરમાં 106 અને જૂનાગઢમાં 87 કેસ, મહેસાણામાં 136, પાટણમાં 97, નર્મદામાં 61 કેસ, બનાસકાંઠામાં 94, ભરૂચમાં 54, કચ્છમાં 50 કેસ, ખેડામાં 49, અમરેલી – મોરબીમાં 48 – 48 કેસ, નવસારીમાં 48, દાહોદમાં 45, મહિસાગરમાં 43 કેસ, પંચમહાલમાં 37, આણંદમાં 33, બોટાદમાં 31 કેસ, સુરેન્દ્રનગર – વલસાડમાં 29 – 29, સાબરકાંઠામાં 24 કેસ, દ્વારકામાં 20, ડાંગ – ગીર સોમનાથમાં 19 – 19 કેસ, છોટાઉદેપુરમાં 15, અરવલ્લી – તાપીમાં 14 – 14 કેસ, પોરબંદરમાં નવા 6 કેસનો ઉમેરો થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x