આરોગ્ય

રેમડીસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક આયુર્વેદિક દવા “આયુધ એડવાન્સ” લોન્ચ કરવામાં આવી

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રોજ 8000 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 80 દર્દી મોતને ભેટી રહ્યા છે. કોરોનાના દર્દીઓને સાજા કરવા અને જીવ બચાવવા માટે ઇન્જેક્શન તેમજ હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈનો લાગી છે, ત્યારે કોરોનાની સારવાર માટે સૌ પ્રથમ આયુર્વેદિક દવા “આયુધ એડવાન્સ” લોન્ચ કરવામાં આવી છે. વ્યાપક સંશોધન અને સઘન માનવીય તબીબી પરિક્ષણમાં કોરોનાના દર્દીઓ, કોઈ પણ આડઅસર વગર અથવા ડ્ર્ગ-ટુ-ડ્રગ રિએક્શન અથવા વિપરીત અસર વગર એક સપ્તાહની અંદર સંક્રમણમાંથી મુક્ત થતાં હોવાનું જણાયું છે. આ દવાને રાજ્ય સરકારના FDCA(ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિ સ્ટ્રેટેશન) (આયુર્વેદ) દ્વારા માન્યતા આપવામા આવી છે.

આ ઉપરાંત ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (THSTI)-ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર દ્વારા આયુધ એડવાન્સ, રેમડીસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક હોવાનું જણાવાયું છે.

ડ્રગ-ટુ-ડ્રગ રિએક્શન પણ નથી આવતું
આ અંગે અમદાવાદ GMERS, મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, ડો. પારુલ ભટ્ટ જણાવે છે કે કોરોનાના મધ્યમ લક્ષણો ધરાવતા અને અગાઉથી જ અન્ય કોઈ બીમારી ધરાવતા દર્દીઓનો આયુધ એડવાન્સ સ્ટાન્ડર્ડ ઓફ કેર ટ્રીટમેન્ટની સાથે આનુષાંગિક ધોરણે આપવામાં આવે તો પણ તેની કોઈ આડઅસર કે વિપરીત અસર નથી અથવા તો તેનાથી ડ્રગ-ટુ-ડ્રગ રિએક્શન પણ નથી આવતું. ચાર દિવસની સારવાર બાદ સ્ટાન્ડર્ડ ઓફ કેર ટ્રીટમેન્ટના(p<0.01) દર્દીઓની તુલનાએ આયુધ એડવાન્સ ટ્રીટમેન્ટ હેઠળના દર્દીઓમાં વાયરસની સંખ્યામાં (CT વેલ્યુમાં વૃદ્ધિના અંદાજે)નોંધપાત્ર ઘટાડો (p<0.0001) નોંધાયો હતો.

આયુધ એડવાન્સ વેક્સિનથી અલગ
“આયુધ એડવાન્સ”ના ફાઉન્ડર અને શુક્લા આશર ઇમપેક્સ પ્રાઇવેટ લિમિટેડના દીપ શુક્લાએ જણાવ્યું હતું કે વેક્સિનની ભૂમિકા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આયુધ એડવાન્સની કામગીરી શરૂ થાય છે. આયુધ એડવાન્સ વેક્સિનથી અલગ છે. વેક્સિન ચોક્કસ પ્રકારના વાયરસના સ્ટ્રેઈન્સ સામે એન્ટીબોડીઝ વિકસાવવામાં મદદ કરે છે. જોકે તેનાથી રોગ સામે 100 ટકા રક્ષણ મળતું નહીં હોવાનું સર્વવિદિત છે. તેની તુલનાએ પ્રચલિત માન્ય સારવાર સાથે આયુધ એડવાન્સના ઉપયોગથી બીમારીના સફળ નિયમનમાં મદદ મળે છે.

આ પ્રોડક્ટને રાજ્ય એફડીસીએ માન્યતા આપી
હજારો તબીબો દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 50,000થી વધુ દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરાઈ ચૂક્યો છે. કોરોનાના દર્દીઓને પણ તેમને અન્ય બીમારીઓ હોવા છતાં આયુધ એડવાન્સ અત્યંત અસરકારક અને સલામત હોવાનું જણાયું છે. આ પ્રોડક્ટને રાજ્ય એફડીસીએ(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા અપાઈ છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાયસન્સ અપાયું છે.

અભ્યાસ અને વ્યાપક પરિક્ષણો હાથ ધરાયા હતાં
પ્રથમ માનવ પરિક્ષણ અને અભ્યાસ શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓક્ટોબર, 2020માં હાથ ધરાયો હતો. જ્યારે બીજું માનવ પરિક્ષણ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા અમદાવાદ ખાતે જાન્યુઆરી, 2021માં કરાયું હતું.

પ્રથમ અભ્યાસમાં કોરોનાના હળવાં દર્દીઓ પરની તેની અસર ચકાસવામાં આવી હતી. પ્રથમ ક્લિનિકલ અભ્યાસના સફળ પરિણામો બાદ કોવિડના મધ્યમ લક્ષણો અને મોર્બિડિટી અને કો-મોર્બિડિટી ધરાવતાં દર્દીઓમાં અન્ય અભ્યાસ અને વ્યાપક પરિક્ષણો હાથ ધરાયા હતાં. કો-મોર્બિડ દર્દીઓમાં કોરોના મહામારીને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાવાનું જોખમ વધુ રહે છે. આ દર્દીઓને દિવસમાં ચાર વખત 15 એમએલનો આયુધ એડવાન્સનો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓ માત્ર ચાર દિવસની અંદર સ્વસ્થ થયાં હતાં.

આયુધ એડવાન્સ અને આયુધ મેઈન્ટેઈન બે પ્રોડક્ટ છે
હાલમાં આયુધ અંતર્ગત બે પ્રોડક્ટ્સ, આયુધ એડવાન્સ અને આયુધ મેઈન્ટેઈનનો સમાવેશ થાય છે. આગળ જણાવ્યા મુજબ કોવિડ-19થી ગ્રસ્ત દર્દીઓ માટે આયુધ એડવાન્સ સલામત અને આનુષાંગિક સારવાર છે. જોકે આ દર્દીઓના પરિવારજનોએ આ વાયરસનું સંક્રમણ તેમને ના લાગે તે માટે વિશેષ કાળજી લેવી જોઈએ, જેમાં આયુધ મેઈન્ટેઈનની ભૂમિકા અત્યંત મહત્વની છે.

2.20 લાખ ક્વોરન્ટાઈન્ડ પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા
આયુધ મેઈન્ટેઈન એ એક રોગનિરોધક હેલ્થ સપ્લિમેન્ટ છે, જે શરીરને રોગાણુઓ સામે લડવામાં મદદ કરી તેનો નિકાલ કરે છે. આયુધ મેઈન્ટેઈન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને રોગાણુઓને ઓળખવાની તેની ક્ષમતા વધારે છે. અત્યાર સુધીમાં આયુધ મેઈન્ટેઈનની મદદથી 2,20,000 ક્વોરન્ટાઈન્ડ પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા છે. આમ જ્યારે આપણાં શરીરમાં રોગાણુ પ્રવેશી તેને સંક્રમિત કરવાનો પ્રયાસ કરે ત્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી જ જાગૃત અવસ્થામાં હોવાથી તે આવા રોગાણુ આપણાં શરીરમાં ફેલાઈ તેને બીમાર બનાવે તે પહેલાં જ તેનો નાશ કરે છે.

આયુધની એક બોટલ રૂ. 4500માં મળે છે. જો કે કંપની દ્વારા રૂ. 3600માં એક પર એક ફ્રી આપવામા આવશે. દરેક મેડિકલ અને આયુર્વેદિક અને મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x