આરોગ્ય

કોરોનાનો હવે આવશે અંત!, આવી ગઈ છે કોરોનાની એવી દવા.. ફક્ત 4 દિવસમાં વાયરસથી મળશે છુટકારો

ચાર દિવસની અંદર વાયરસને માત આપશે એવો દાવો

કોરોના વાયરસ દુનિયાભરમાં કેર વર્તાવી રહ્યો છે. ભારતમાં તો સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે. ગઈ કાલે તો કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ રવિવારે કોરોનાના 2.61 લાખ કરતા વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1501 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. જો કે આ બધા વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદની બે સરકારી હોસ્પિટલોમાં ‘AAYUDH Advance’ નામની દવા ટ્રાયલમાં કોરોના વિરુદ્ધ કારગર જોવા મળી છે. ટ્રાયલ દરમિયાન જોવા મળ્યું કે માત્ર ચાર દિવસની અંદર જ આયુધ એડવાન્સ લેનારા દર્દીમાં વાયરસનું સંક્રમણ ઘણું ઓછું થયું.

24 કલાકમાં 2.61 લાખથી વધુ કેસ

અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona) ના 2,61,500 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,47,88,109 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,28,09,643 લોકો રિકવર થયા છે. જ્યારે 18,01,316 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 1501 લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,77,150 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 12,26,22,590 લોકોને રસી આપવામાં આવી છે.

‘કોઈ આડ અસર જોવા મળી નથી’

આયુધ એડવાન્સની કોઈ આડઅસર સામે આવી નથી. જે કોરોના દર્દીઓની સારવાર આયુધ એડવાન્સથી કરવામાં આવી તે તમામ કોવિડ-19 નેગેટિવ જોવા મળ્યા અને તાવ, ઉધરસ, શ્વાસની તકલીફ જેવા લક્ષણોમાં સારો એવો સુધારો જોવા મળ્યો. ‘કન્ટેમ્પરરી ક્લિનિકલ ટ્રાયલ ક્મ્યુનિકેશન’ મેગેઝીનમાં છપાયેલા એક રિસર્ચ મુજબ આયુધ કોરોનાની સારવારમાં એડવાન્સ સ્ટાન્ડર્ડ ઓફ કેર પર ખરી ઉતરે છે. આ રિસર્ચ નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, અમેરિકાની વેબસાઈટ ઉપર પણ પ્રકાશિત થયો છે.

આ રીતે થઈ ટ્રાયલ

આ દવાની પહેલી હ્યુમન ટ્રાયલ ઓક્ટોબર 2020માં શ્રીમતી એનએચએલ નગર મેડિકલ કોલેજ અને SVPIMSR એલિસબ્રીજ અમદાવાદમાં કરાઈ હતી. બીજી ટ્રાયલ જાન્યુઆરી 2021માં GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સોલા ખાતે કરાઈ હતી. પહેલા રિસર્ચ દરમિયાન રિસર્ચના સફળ પરિણામો  બાદ મોટી  ટ્રાયલ કરાઈ. ત્યારબાદ થોડા વધુ લક્ષણોવાળા દર્દીઓ અને ત્યારપછી એવા દર્દીઓ કે જેમને કોઈ ગંભીર બીમારી છે તેમના ઉપર તેનું પરીક્ષણ કરાયું. આ દર્દીઓને પણ ચાર વખત આયુધ એડવાન્સનો ડોઝ આપવામાં આવ્યો અને તેઓ માત્ર ચાર દિવસમાં સાજા થઈ ગયા.

બે પ્રોડક્ટ બજારમાં

આ ઉપરાંત ટ્રાન્સલેશન હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (ટીએચએસટીઆઈ)-ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી દ્વારા રેમડેસિવિરની સરખામણીમાં એએયુડીએચ એડવાન્સને 3 ગણી વધુ પ્રભાવી મળી. ગુજરાતમાં બનેલી આયુધ એડવાન્સ એક લિક્વિડ છે જેમાં 21 પ્રકારના છોડનો અર્ક સામેલ છે.  આયુર્વેદિક શાસ્ત્ર આ સામગ્રીઓને માનવ વપરાશ માટે પ્રભાવી અને સુરક્ષિત ગણાવે છે. તેનો ઉપયોગ 50 હજારતી વધુ લોકો દ્વારા કરાઈ રહ્યો છે. આ કંપનીના બે પ્રોડક્ટ છે. કોરોનાના દર્દીઓ માટે ‘આયુધ એડવાન્સ’ અને પરિવારના અન્ય લોકોને સુરક્ષિત કરવા માટે ‘આયુધ મેન્ટેઈન’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x