રાષ્ટ્રીય

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને તેમનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે.

કેજરીવાલના પત્ની પણ કોરોના સંક્રમિત

કેજરીવાલની પત્ની પણ સંક્રમિત, CM ક્વોરેન્ટાઈન થયાઆ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થઈ છે. તેમણે પોતાને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. થોડા દિવસો સુધી તેઓ ઘરેથી કામકાજ સંભાળશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોરોનાની ઝપટમાં
નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સીનિયર નેતા મનમોહન સિંહ પણ હાલ કોરોના પોઝિટિવ છે. હાલ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સના ડોક્ટર્સ સતત તેમના પર વોચ રાખી રહ્યા છે.
બીજી બાજુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ પણ થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ નોંધાયા હતા. રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવ્યા પછી પ્રિયંકા ગાંધીએ પોતાને આઈસોલેટ કરી લીધા હતા અને પોતાની બધી ચૂંટણી રેલી રદ કરી દીધી હતી.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x