ગુજરાત

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક કરી શકશે કોવિડના દર્દીઓની સારવાર : CM રૂપાણીની જાહેરાત

પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ સીએમ વિજય રુપાણીએ પણ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે વિવિધ જાહેરાતો કરી હતી.

સીએમ વિજય રુપાણીએ પ્રજોજોગ સંબોધનમાં જણાવ્યું કે 15 માર્ચની આસપાસ 41 હજાર દર્દીઓ માટે બેડ હતા. 20-25 દિવસમાં 78,000 બેડ ઉપલબ્ધ કર્યાં.

આ સાથે જ મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ, ક્લિનિક્સ, નર્સિંગ હોમના ડૉક્ટર્સ અને સંચાલકો કોરોના દર્દીઓને સારવાર આપી શકશે. તેમને કોઈ પણ જાતની મંજૂરી લેવાની રહેશે નહીં માત્ર જાણ કરવાની રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x