આરોગ્ય

કોવિશીલ્ડ વેક્સિન થઈ મોંઘી : ખાનગી હોસ્પિટલમાં રુ.250ની હવે રુ.600 માં મળશે

સીરમ ઇન્સ્ટિટ્યૂટે બુધવારે કોવિશીલ્ડ વેક્સિનના નવા ફિક્સ રેટ જાહેર કર્યા છે. સીરમે કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કોવિશીલ્ડ વેક્સિન 600 રૂપિયામાં આપવામાં આવશે. આ પહેલાં આ હોસ્પિટલમાં આ વેક્સિન 250 રૂપિયામાં આપવામાં આવતી હતી. રાજ્યો માટે વેક્સિનના ભાવ 400 રૂપિયા હશે અને કેન્દ્રને પહેલાંની જેમ જ આ વેક્સિન 150 રૂપિયામાં મળતી રહેશે. આગામી બે મહિનામાં વેક્સિનનું પ્રોડક્શન વધારવામાં આવશે. હાલ જેટલી વેક્સિન પ્રોડ્યુસ થાય છે એમાં 50% વેક્સિન કેન્દ્રના વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત મોકલવામાં આવે છે, જ્યારે અન્ય 50% વેક્સિન રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

અત્યારસુધી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ભારત સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે જ વેક્સિન આપી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન નિઃશુલ્ક આપવામાં આવતી હતી, જ્યારે પ્રાઈવેટ સેન્ટર્સ પર 250 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ભાવ નક્કી કરાયા હતા.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરેલા વેક્સિનના ભાવ

  • રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ વેક્સિન મળશે.
  • પ્રાઈવેટ હોસ્પિટલમાં 600 રૂપિયા પ્રતિ ડોઝ વેક્સિન મળશે. ​​​​​​

સીરમ ઈન્સ્ટિટ્યૂટનો દાવો- તેમની વેક્સિન વિદેશની વેક્સિનની તુલનાએ ઘણી જ સસ્તી

  • અમેરિકી વેક્સિનઃ 1500 રૂપિયા પ્રતિ ડોઝ
  • રશિયન વેક્સિનઃ 750 રૂપિયા પ્રતિ ડોઝ
  • ચીની વેક્સિનઃ 750 રૂપિયા પ્રતિ ડોઝ
  • ભારત સરકારે હાલમાં વેક્સિનેશનના નવા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલ ડાયરેક્ટ વેક્સિન બનાવનારી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે. અત્યારસુધી માત્ર કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદી રહ્યું હતું અને અલગ અલગ રાજ્યોમાં વહેંચી રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x