ગાંધીનગર

વેસ્ટર્ન એગ્રી સિડ્સ લિમિટેડના સહયોગથી દેવાંશી એજયુ. ટ્રસ્ટ દ્રારા આયુર્વેદિક ઉકાળાનું ફ્રી વિતરણ કરાયું

ગાંધીનગર :
સમગ્ર દેશ સહિત ગુજરાત માં દિવસેને દિવસે પૂરજોશ પ્રમાણમાં કોરોનાનો કહેરમાં વધી રહેલ છે. ત્યારે ગાંધીનગરની જાહેર જનતાના સ્વાસ્થયની ચિંતા કરીને જનતાની રોગપ્રતિકારક શક્તિ વધે અને આ કોરોનાની મહામારીમાં પણ લોકો નિરોગી અને સ્વસ્થ રહી કોરોના મહામારીનો સામનો કરી શકે તે હેતુથી આજના દિવસે ગાંધીનગરનાં સેકટર 28 ખાતે આવેલ વેસ્ટર્ન એગ્રી સિડ્સ લિમિટેડના સહયોગથી દેવાંશી એજયુકેશન ટ્રસ્ટ – ગાંધીનગર દ્રારા આયુર્વેદિક ઉકાળાનું ફ્રી વિતરણ કેમ્પનું આયોજન પથિકાશ્રમ સર્કલ, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
સરકારશ્રી ની ગાઈડલાઈન્સ પ્રમાણે ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x