આરોગ્ય

વિરાફીનના ઇન્જેક્શનની મદદથી કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ મળશે.

કોરોના વિરુદ્ધ રાહત આપતા એક મોટા સમાચાર છે. ઝાયડસ કેડિલાની વિરાફીન નામની દવાને શુક્રવારે ભારત સરકારના ડ્રગ્સ રેગ્યુલેટરે મંજૂરી આપી દીધી છે. ઝાયડસનું કહેવું છે કે આ ઇન્જેક્શનની મદદથી કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ મળશે. ભારતમાં છેલ્લા 10 વર્ષથી આ દવાનો ઉપયોગ થઈ રહ્યો હતો. પણ કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને તેને નવેસરથી તૈયાર કરવામાં આવી છે. ઝાયડસનો દાવો છે કે આ ઇન્જેક્શનના ઉપયોગથી 7 દિવસમાં 91.15 ટકા કોરોના પીડિતોનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ઇન્જેક્શનનો ઉપયોગ ક્યારથી?
ઝાયડસના એમડી શર્વિલ પટેલના જણાવ્યા પ્રમાણે મે મહિનાના અંત સુધીમાં આ ઇન્જેક્શનના 50 હજાર વાયલ્સ તૈયાર કરી લઈશું. એ પછી તેનો ઉપયોગ શરૂ કરાશે. હકારાત્મક પરિણામો મળતાની સાથે જ 45 દિવસમાં તેની ક્ષમતા વધારીને પ્રતિમાસ 15 લાખ કરી દેવામાં આવશે.

રેમડેસિવિરની જેમ બ્લેક માર્કેટિંગ થશે તો?
આવું નહીં થાય. બ્લેક માર્કેટિંંગ થાય નહીં એ માટે તેને શરૂઆતમાં ઓપન માર્કેટમાં વેચવામાં નહીં આવે. અત્યારે આ માત્ર ડૉક્ટરોની પાસે જ જશે. તેમના દ્વારા દર્દીઓને આ ઇન્જેક્શન અપાશે. અમે દેશભરના ડૉક્ટરોના સંપર્કમાં છીએ જેમને આ દવા અપાશે.. જ્યાં દર્દીઓની સંખ્યા વધારે છે ત્યાં સૌથી પહેલા આ ઇન્જેક્શન આપવામાં આવશે.

કેટલા ડોઝ લેવા પડશે? શું ભાવ રહેશે?
આ ઇન્જેક્શનનો માત્ર 1 ડોઝ પૂરતો છે. તેનાથી રાહત મળશે. જો કે ઇન્જેક્શનનો ભાવ શું રહેશે એ હજુ સ્પષ્ટ નથી. પણ એવો પ્રયાસ રહેશે કે સામાન્ય ગરીબ માણસ પણ તેને ખરીદી શકે.

શું છે વિરાફીન?
યડસ કેડિલાની એન્ટિ વાયરલ દવા વિરાફીનનો ઉપયોગ હિપેટાઇટસ-સી અને બીની સારવાર માટે કરવામાં આવે છે. આ દવાનું મેડિકલ નામ પેઝિટિલેટ ઇન્ટરફેરન અલ્ફા-2B એટલે કે PegIFN છે. હેપેટાઇટની સારવારમાં તેના ઘણા ડોઝ આપવામાં આવે છે. ડીસીજીઆઇ તેને પુખ્તવયના લોકોમાં કોરોનાની સારવાર માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x