જાણો ગાંધીનગર મનપામાં ક્યા સેન્ટર પર રસીકરણ કરાશે.
આજથી રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાની શરૂઆત થશે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ગાંધીનગર સહિતના 10 જિલ્લાઓ વેક્સિનેશનો શરૂઆત થશે. જેમાં 18થી 44 વર્ષની ઉંમરના લોકોનો વેક્સિનેશનનો ચોથા તબક્કામાં સમાવેશ કરાયો છે. જે લોકોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત જેમાં નજીકનું સ્થળ પસંદ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ નાગરિકોએ SMS મળશે, જેમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે-તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. સ્થળ પર રજિસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તેવા લોકોને જ વેક્સિન માટે જવા અનુરોધ કરાયો છે. મનપામાં 10 સેન્ટર પર રસીકરણ કરાશે.
10 સ્થળે રસીકરણ થશે
- એસએસવી કેમ્પસ, સેક્ટર-3
- સરદાર પટેલ સ્કૂલ, સેક્ટર-7
- સોરઠ કારડીયા સ્કૂલ, સેક્ટર-5
- ગર્વેમેન્ટ સ્કૂલ, સેક્ટર-15
- જૈન દેરાસર, સેક્ટર-22
- ગર્વમેન્ટ સ્કૂલ, સેક્ટર-28
- કેન્દ્રિય વિદ્યાલય નં-1, સે-30
- જીઈબી કોલોની ડિસ્પેન્સરી
- સરગાસણ ગામ કોમ્યુનિટી હોલ
- કુડાસણ પ્રાથમિક શાળા