ગાંધીનગર

ગાંધીનગર : શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક ટીફીન સેવા, દરરોજ 2500 દર્દીઓને મળે છે લાભ

ગાંધીનગર :

ગાંધીનગર શહેરમાં કોરોનાની મહામારીમાં સંપૂર્ણ હોમ કવોરન્ટાઇન દર્દીઓ તેમજ સિવિલ હોસ્પિટલમાં જીવના જોખમે સતત સેવા આપતા 108 એમ્બ્યુલન્સ નાં સ્ટાફ માટે ગાંધીનગરનાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા 15 એપ્રિલથી નિ:શુલ્ક ટીફીન સેવા ઘરે ઘરે પહોંચાડવાની ઉમદા સેવાકીય કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ચૌધરી સમાજના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઇ ચૌધરી તથા શિક્ષાપત્રી ફાઉન્ડેશનના સભ્યો નિમેષભાઇ ચૌધરી તથા હિતેષભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી પ્રભાવિત ગાંધીનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 32 હજાર જેટલા શહેરીજનોને લાભ આપવામાં આવ્યો છે. જે હાલમાં રોજના 2500 જેટલા કોરોના પ્રભાવિત દર્દીઓને ઘરે ઘરે ટીફીન સેવા આપવામાં આવી રહી છે. આ પૈકી સિવિલ હોસ્પિટલમાં સતત જીવના જોખમે દર્દીઓને 108 એમ્બ્યુલન્સ સ્ટાફને પણ દરરોજ 150 ટીફીનની સેવા આપવામાં આવે છે. ગાંધીનગર શહેરના કોરોના પ્રભાવિત સેકટર- 2 અને 3માં સૌથી વધુ 200 જેટલા ટીફીન સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સરગાસણ અને કૃડાસણમાં પણ કોરોના પ્રભાવિત કુટુંબોને ટીફીન સેવા પૂરી પાડવામાં આવે છે.

કોરોનાથી મુક્ત થયેલા સુખી, સંપન્ન પરિવારો સાજા થતાં યથાશક્તિ દાન આપવાની પણ શિક્ષાપત્રી ફાઉન્ડેશનને તત્પરતા દાખવી છે. છતાંય શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા કોઇપણ દાન નહી સ્વીકારીને પોતાની શક્તિ પ્રમાણે અન્ય કારોના પ્રભાવિત કુટુંબોને મદદરુપ થવા વિનંતી કરી છે. સેકટર-1 થી 30 તથા રાંદેસણ, કુડાસણ, પેથાપુર અને સરગાસણ વિસ્તારો માટે કુલ 40થી વધુ વોલિયન્ટર્સ સમયસર બે ટાઇમ ટીફીન પહોંચાડવાની સેવાકીય પ્રવૃત્તિઓ પોતાના વાહન સાથે કરી રહ્યાં છે.

ગાંધીનગર શહેરના કોરોના પ્રભાવિત લોકોને આ સેવાનો લાભ લેવા 949 949 9490 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રી ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા કોરોના દર્દીઓ માટે બપોરે મીઠાઇ, કઠોળ, શાક, રોટલી, દાળ-ભાત અને સલાડ તથા સાંજે ખીચડી, કઢી, શાક અને ભાખરી કોરોનાના દર્દીઓને ઘર આંગણે પહોંચાડવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x