WHOએ વિશ્વને આપ્યો સંદેશો પ્રતિબંધોમાં છૂટછાટ આપશો તો થશેે ભારત જેવી સ્થિતિ
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) અનુસાર કોરોનાનો આ ભારતીય વેરિયંટ યૂરોપના ૧૭ દેશોમાં મળી આવ્યો છે.
ભારત પર પડેલી કોરોનાની માર હવે દૃુનિયાભરના દેશો માટે પડકાર બની છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા(WHO)એ ભારતનું ઉદાહરણ આપી અને દૃુનિયાના તમામ દેશોને ચેતવણી આપી છે.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, જો કોઈપણ પ્રકારની બેદરકારી થઈ તો ભારત જેવી સ્થિતિ કોઈપણ દેશમાં સર્જાઈ શકે છે. ડો હાંસ ક્લૂગેએ કહૃાાનુસાર ડબલ્યૂએચઓએ ભારતમાં મળેલા B-1617 વેરિયંટનો સમાવેશ વેરિયંટ ઓફ ઈંટ્રેસ્ટમાં કર્યો છે. કારણ કે યૂરોપમાં કેટલાક દેશોમાં આ વેરિયંટ મળી આવ્યો છે. તેથી આ વાત સમજવી જરૂરી છે.