ગાંધીનગર

ગાંધીનગરમાં બે દવાની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખવા કલેકટરની પરવાનગી

ગાંધીનગર :

ગાંધીનગર શહેરના નાગરિકોને કોરોનાની મહાબિમારીમાં પોતાના સ્વજનો માટે ૨૪ કલાક દવાની સુવિધા મળી રહે તે માટે ગાંધીનગર શહેરની બે દવાની દુકાનને ૨૪ કલાક ખુલ્લી રાખવાની પરવાનગી ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય દ્વારા આપવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં સિવીલ હોસ્પિટલ સાથે અન્ય હોસ્પિટલ આવેલી છે. કોરોનાની મહાબિમારીમાં ગાંધીનગરના નાગરિકો સહિત આસપાસના ગામના ગ્રામજનોને પોતાના સ્વજન કોઇ બિમારીમાં હોય છે. ત્યારે રાત્રિના સમયે કોઇ દવાની અચાનક જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે અનેક જગ્યાએ ફરવું પડતું હોય છે.

આવા સમયે નાગરિકોને સરળતાથી દવા મળી રહે તે માટે એપોલો ફોર્મસી અને પગરવ ફાર્મસીને ૨૪ x ૭ કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. એપોલો ફાર્મસીમાં દવા માટેની ૨૪ કલાકની સેવા આજે તા. ૦૮ મે, ૨૦૨૧ના રોજથી ચાલું થશે. એપોલો ફાર્મસી, સેકટર- ૧૬ માંથી દવા મેળવવા માટે ગુલામઅલીભાઇ, મોબાઇલ – ૯૮૭૯૧ ૮૪૮૩૮ પર સંપર્ક કરવાનો રેહશે. તેમજ સેકટર- ૨૩માં આવેલી પગરવ ફાર્મસીમાંથી દવા મેળવવા માટે મૌલિકભાઇ મોબાઇલ – ૯૮૭૯૩ ૫૩૨૫૨ પર સંપર્ક કરવાનો રહેશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x