કોરોનાની સ્થિતિ વિશે શું આપ્યું CM રૂપાણીએ નિવેદન, જાણો
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે અને સામે વધુ દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે.
કોરોનાની સ્થિતિ મુદ્દે CM રૂપાણીનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, કોરોનાના નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. નવા કેસ સામે વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. તો ઓક્સિજન મુદ્દે તેમણે જણાવ્યુ કે 2 હજાર જેટલી હોસ્પિટલમાં દૈનિક 1100 ટન ઓક્સિજન આપવામાં આવે છે. નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યાં છે. રેમડેસિવિર ઈન્જેકશન અંગે તેમણે કહ્યુ કે એક મહિનામાં 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન સરકારે પુરા પાડ્યા છે.
કોરોના મહામારી વચ્ચે વધુ રાહતના સમાચાર એ છે કે, અમદાવાદમાં 108 સેવા પર આવતા ફોનમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોવાના સંકેત છે. મે મહિનાથી 108 પર પર આવતા કોલમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 મેના રોજ 108 પર 689 કોલ આવ્યા હતા. 2 મેના 584 કોલ અને 3 મેના રોજ 502 કોલ આવ્યા હતા. પરંતુ 4 મેના રોજ માત્ર 441 અને 5 મેના દિવસે 356 કોલની સાથે ગઈકાલે એટલે 6 મેના દિવસે 318 કોલ આવ્યા હતા.