સુરતમાં ચોમાસુ ધાર્યા કરતા વહેલું શરૃ થવાનુ અનુમાન
સુરત
શ્રીલંકા અને હૈદરાબાદ વચ્ચે અરબી સમુદ્વમાં વાવાઝોડુ સક્રિય થતા મોન્સુન એકટીવી ઝડપી બનવાની સાથે આ વર્ષે ચોમાસાની વહેલી શરૃઆત થવાના અણસાર મળી રહ્યા છે. હાલ આ વાવાઝોડુ કયા ટ્રેક પર કેટલી તીવ્રતાથી અને કયા ત્રાટકશે તે વિશે ગુરૃવાર બપોર સુધીમાં ખબર પડે તેમ છે.
સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી પવનની દિશામાં ફેરફાર થઇને ઉનાળાના ઉતર દિશામાંથી ફુંકાતા ગરમ પવનના બદલે દક્ષિણ દિશાના ભેજવાળા પવન ફુંકાઇ રહ્યા છે. આ પવન દરિયા પરથી આવતા હોવાથી ચોમાસાની એકટીવી ધીરેધીરે શરૃ થઇ રહી હોવાનું હવામાન વિદે અનુમાન કરી રહ્યા છે. આ અનુમાન મુજબ જ ચોમાસાની ઋતુ શરૃઆત થાય તે પહેલા જે વાવાઝોડુ સક્રિય થતુ હોય છે. તે વાવાઝોડુ હાલ શ્રીલંકાથી હૈદરાબાદની વચ્ચે દરિયામાં સક્રિય થઇ રહ્યુ છે. આ વાવાઝોડા અંગે ચોક્કસ વિગતો હવામાન વિભાગ દ્વારા ગુરૃવારે આપવામાં આવશે.
વાવાઝોડાનો ટ્રેક કયો છે ? કેટલી ઝડપે ફુંકાશે કયા વધુ અસર કરશે ? કયા ટકરાશે ? તેની વિગતો ગુરૃવાર બપોર સુધીમાં મળશે. વાવાઝોડુ સંભવત 16 મી મેના રોજ ત્રાટકશે. હવામાનવિદો જણાવે છે કે વાવાઝોડાના કારણે ચોમાસુ થોડુ વહેલુ આવશે. કેમકે વાવાઝોડાથી વરસાદની સિસ્ટમ ઝડપથી આગળ વધશે. સંભવતઃ આ વાવાઝોડુ સૌરાષ્ટ તરફ ગતિ કરે તેવુ અનુમાન છે તેમજ તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે.