કોંગ્રેસની જીતની રણનીતિ તૈયાર, કોઇપણ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં નહી જાયઃ શંકરસિંહ વાઘેલા
Gandhinagar
ગેહલોત-શંકરસિંહ વાઘેલાની મુલાકાત પછી આજે બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. ગેહલોતે કહ્યુ હતું કે બાપુ નારાજ છે જ નહી,તમામ ગેરસમજ છે. પ્રજા પરિવર્તન ઇચ્છે છે.22 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી. બાપુ સાથે સારી વાતો થઇ છે. એકજૂથ થઇ મેદાને ઉતરી સફળ થઇશું. ઇલેક્શન કમિટી બન્યા બાદ ઉમેદવારો જાહેર કરીશું.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગેહલોતજી સાથે વિસ્તારથી વાતચીત થઇ.મને કોઇ સમસ્યા છે જ નહી. મહેન્દ્રસિંહ પોતાના કામથી દિલ્હી ગયા હતા. મારા અને ભરતસિંહ વચ્ચે કોઇ મતભેદ નથી. ગેહલોતજી સાથે વિસ્તારથી વાત થઇ છે. પાર્ટી એક જૂથ થઇ કામ કરશે. મે પણ ક્યારેય કોઇનો સંપર્ક કર્યો નથી. વડોદરામાં પોસ્ટર અમે નથી લગાવ્યા. ભાજપના કોઇ નેતાએ મારો સંપર્ક નથી કર્યો. ઉમેદવારોની પસંદગીમાં તમામને વિશ્વાસમાં લેવાશે. મીડિયામાં ગેર સમજ ફેલાઇ છે. અમારી રણનીતિ તૈયાર છે. સીએમ પદનો ઉમેદવાર ચુંટણી પછી નક્કી થશે. કોંગ્રેસના કોઇ પણ ધારાસભ્ય ભાજપમાં નહી જાય.