ગાંધીનગર બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર, તાપમાન 43 ડિગ્રીએ
ગાંધીનગર:
આકાશમાં સૂર્યદેવ કોપાયમાન થયા છે. ગરમીના પ્રકોપથી પશુ, પક્ષી અને માનવીઓ બેબાકળા બન્યા છે. ગરમીનો પારો ઉંચકાયા બાદ સતત ત્રીજા દિવસે 43.3 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર રાજ્યનું સૌથી હોટેસ્ટચ સિટી સાથે યલો એલર્ટ જારી રહ્યો છે.અસહ્ય ગરમી અને બફારાના કારણે નાગરીકો તોબા પોકરી રહ્યાં છે.
છેલ્લા ત્રણ દિવસના તાપમાન પર નજર કરીએ તો તા. 25મીએ મહત્તમ 44.0 લઘુત્તમ 31.0, તા. 26મીએ મહત્તમ 43.8 લઘુત્તમ 30.4 અને તા. 27મીએ મહત્તમ 43.3 લઘુત્તમ 29.2 નોંધાયું હતું. જેથી ગરમીનું પ્રમાણ તો ઘટ્યુ પરંતુ હજુ સુધી પારો 43થી નીચે ઉતર્યો નથી. વસાહતીઓને હજુ થોડા દિવસો સુધી ગરમીથી રાહત નહીં મળે, તેમ કહેતા હવામાન વિભાગના સુત્રોએ ગાંધીનગર શનિવારે રાજ્યનું હોટેસ્ટ સિટી રહ્યાનું જણાવ્યુ હતું છે.