ડો.કનુભાઈ કલસરિયા માજી.ધારાસભ્ય ગાંધી ચીંધ્યા માર્ગે દાઠા પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ પર કેમ બેઠા જાણો
મહુવા :
અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગ કંપની દ્વારા નીચા કોટડા ગામે બળજબરી પૂર્વક ગેરકાયદેસર રીતે માઇનિંગ કરી રહ્યા હોય તેના વિરોધ માં પોલીસ ફરિયાદ માટે દાઠા પોલિસ સ્ટેશન માં ગત તા:16/05/2021 અને રવિવાર સાંજના લોક પ્રતિનિધિ સાથે આવેલ હોય તેમ છતાં મોડી રાત સુધી પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ લેવામાં ના આવતા રાતે 12 વાગ્યે ખેડૂતોના અવાજ એવા ડો. કનુભાઈ કલસરિયા સાહેબ પણ પોલીસ સ્ટેશન આવી વારંવાર વિનંતી કરવા છતાં પણ ફરિયાદ દાખલ ના કરતા હાલ જ્યાં સુધી પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે ત્યાં સુધી ડો.કનુભાઈ કલસરિયા આગેવાનો સાથે જ ગત રાત થી ગાંધી ચીંધ્યા માર્ગે દાઠા પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ પર બેઠા છે.