ગુજરાતમાં વાવાઝોડાની દહેશત વચ્ચે વધુ એક સંકટ
અમરેલી:
હાલ ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં આ વાવાઝોડાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે નવું સંકટ આવ્યું. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ આ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. ભૂકંપનો આ આંચકો વહેલી સવારના 3.33 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો.
મળેલી માહિતી મુજબ ગ્રામીણ વિસ્તારમાં આ આંચકાને વધુ લોકોએ અનુભવ્યો હતો. હજુ સુધી જોકે કોઈ નુકસાનના સમાચાર નથી.