ભારતમાં હવે કોરોનાની બીજી લહેર ક્યારે થઈ જશે ખતમ ? જાણો
ભારતમાં ચાલી રહેલ બીજી લહેર હવે પીક પોઈન્ટ પર આવી ચૂકી છે. ફેબ્રુઆરી 2021માં થી લઈ એપ્રિલ 2021 સુધી ચાલેલ આ લહેરમાં રોજ ચાર લાખથી વધુ લોકો સંક્રમિત થતા હતા. પણ 9 મે પછી હવે આ સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એનો અર્થ એ છે કે લોકો નિયમોનું બરાબર રીતે પાલન કરી રહ્યા છે. તેના પીક પોઈન્ટ બાદ હવે એ પણ ચર્ચા થઈ રહી છે કે હવે આ લહેરનો અંત ક્યારે આવશે. આ સવાલના જવાબમાં સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેંટના પ્રોફેસર અને હેડ ડોક્ટર જુગલ કિશોરે જણાવ્યું કે જો બધુ બરાબર રહ્યું તો વધુમાં વધુ 10 થી 15 દિવસમાં આ લહેર પૂરી થઈ જશે. પણ આ લહેરને ખતમ કરવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. જેમાં સૌથી પહેલા આપણે કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે. કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દેવું પડશે. બજારમાં અને બીજી જગ્યાઓ પર ભીડ ઓછી કરી દેવી પડશે. અને સરકાર વેક્સિન પ્રક્રિયામાં તેજી લાવી દેશે તો આપણે આ લહેરને ઘણી ઝડપી પૂરી કરી શકીશું. જો વેક્સિનની અછત નહીં સર્જાય તો આપણે કોરોનાને હરાવી જ દઇશું.
સાથે તેમણે જણાવ્યું જે હાલમાં એક્ટિવ કેસો ઓછા આવી રહ્યા છે એનો અર્થ એ છે કે લોકો હવે એકબીજાના સંપર્કમાં ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે. લોકો કોરોનાના નિયમોનું બરાબર રીતે પાલન પણ કરી રહ્યા છે. હાલમાં આ લહેરમાં જેટલા પણ લોકો સંક્રમણ થવાના હતા એટલા લોકો સંક્રમિત થઈ ગયા છે. આવેલા કેસોની સામે ઘણા લોકો એવા પણ હતા કે જેમની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાને લીધે તેઓ ઘરે રહી ને જ સારા થઈ ગયા છે.