ગાંધીનગરગુજરાત

ગાંધીનગર શહેરના પાંચ અંડરપાસ ખુલે તો ટ્રાફિક સમસ્યા હળવી બને

ગાંધીનગર:
પાટનગરમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે અને તેના નિરાકરણ ઇલાજ હાથવગો હોવા છતાં સરકારને દેખાતો નથી. મુખ્યમાર્ગની નીચેથી પસાર થિને સેક્ટરોને જોડતા 5 અન્ડરપાસ ખોલી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનું 10 સ્થળે સમાધાન મળે તેમ છે. પાટનગરની સ્થાપના સમયે ટ્રાફિકના સુચારુ વ્યવસ્થાપન અને રહેવાસીઓ એકથી બીજા સેક્ટરમાં ટુંકા માર્ગે તથા ટુંકા સમયમાં પહોંચી શકે તેના માટે બનાવાયેલા પૈકી એકમાત્ર સેક્ટર 21થી સેક્ટર 18માં મીનાબજારને જોડતો અન્ડરપાસ ચાલુ હાલતમાં રહ્યો છે, બાકીના મુખ્યમાર્ગો નીચે ધરબાઇ ગયા છે.

હવે નગરની વસતી વધી છે અને વાહનોની સંખ્યા ખુબ વધતા માર્ગ અકસ્માત વધ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સાથે અન્ડરપાસ ખોલવા મેયરે મંત્રણા કરી છે. મેયર પ્રવિણભાઇ પટેલના જણાવવા પ્રમાણે નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે શક્યતા ચકાસવાની ખાતરી આપી છે. વધુમાં કહ્યું કે 5 દાયકા પહેલા કરવામાં આવેલી અન્ડરપાસની વ્યવસ્થા આજના સંજોગોમાં ખરા અર્થમાં આમ જનતા માટે આશિર્વાદરૂપ સાબિત થાય તેમ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x