ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં 145 હેક્ટરમાં ફેલાયેલા બગીચાની જાળવણી માટે માળી નથી

ગાંધીનગર:
ગાંધીનગર શહેર વિસ્તારમાં આવેલા બગીચાઓને હરિયાળા રાખવા માટે જરૂરી પાણીની વ્યવસ્થા કરવા માટે તો ગટરના પાણીને શુદ્ધ કરીને બગીચા સુધી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બગીચાની જાળવણીનું કામ સાવ રામ ભરોસે પડયું છે. નગરમાં કુલ 145 હેક્ટર જેવા વિશાળ બગીચા વિસ્તાર પૈકી 2 હેક્ટર બગીચા વિસ્તાર રાજભવન અને મંત્રી નિવાસમાં આવેલો છે. ઉપરાંત સ્વર્ણિમ પાર્ક અને સચિવાલય તથા ઉદ્યોગભવન સિવાયના બગીચાની જાળવણી રામ ભરોસે જેવી હાલતમાં છે. કેમ કે ગાંધીનગરમાં માળીની 563 જગ્યાઓ ખાલી પડી છે.

રાજ્યના પાટનગરમાં બગીચાની જાળવણી માટે જ બગીચા અને ઉપવન વિબાગ કાર્યરત કરવામાં આવેલો છે. પરંતુ આ વિભાગ પૂર્ણ કક્ષાએ કામગીરી કરી શકે તેવી નાણાંકીય વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે બગીચાની જાળવણી કરવાની કામગીરી કરતા માળીઓ નિવૃત થતાં જવાની સાથે તેમની ખાલી પડતી જગ્યાઓ ભરવાની દરકાર લેવામાં આવી નથી. આખરી સ્થિતિ એ આવીને ઉભી રહી છે કે હવે આ કામગીરી કરવા માટે જરૂરી અને અનુભવી મેન પાવર રહ્યો નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x